કોરો કાગળ: લતા જ. હિરાણી

કાગળ – લતા હિરાણી લખ્યા વિનાનો સાવ કોરો સફેદ કાગળ આંખ સામે આવ્યો ત્યારે આંખ બે ક્ષણ […]

via KS 78 — સેતુ ~ લતા જ. હિરાણી

Advertisements

શિક્ષક હોવાનું આત્મગૌરવ રાખો’

‘શિક્ષક હોવાનું આત્મગૌરવ રાખો’

પરિવર્તન માટે વિચાર-વર્તન-વલણમાં અલગતા લાવો

પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ શિક્ષકોને પ્રશ્ન કર્યો કે તમે શિક્ષક તરીકે ખુશ છો/ તો જવાબ હા મળ્યો. એટલે પૂ.બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે જો તમે શિક્ષક બનીને પ્રસન્ન છો, તો જ તમે 100 ટકા ઊર્જા સાથે કામ કરી શકશો. તમારે તમારી શાળામાં, વર્ગખંડમાં, વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવવું હોય તો તમે જરા જુદું વિચારો, તમારા વિચાર, વર્તન અને વલણમાં અલગતા લાવો. એ જ રીતે શિક્ષકો અને બાળકોનો પણ પ્રસન્નતાઆંક વધવો જોઇએ.

‘બાળકોને ચોક-બ્લેકબોર્ડ મૂકીને હાશ-હૂંફ આપો’

# શિક્ષકની જવાબદારી માત્ર ગ્રેસ, ગુણવત્તા વધારવાની નહીં પરંતુ વિદ્યાર્થીઓને પ્રેમથી સાચવવાની છે

પૂ.બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે શિક્ષક ચાર વસ્તુ અપનાવી લે.

 1 pride- આત્મગૌરવ, 

2. passion-લગાવ, 

3. Preparation- પૂર્વતૈયારી અને 4.purpose-હેતુ. 

                 તમે શિક્ષક હોવાનું આત્મગૌરવ રાખો. ડો.કલામ કે જેઓ મિસાઇલમેન, પૂર્વરાષ્ટ્રપતિ હતા. તેમને એક પ્રશ્ન કરાયો હતો કે તમને લોકો કેવી રીતે યાદ કરે તો ગમે/ ત્યારે ડો.કલામે કહ્યું કે મને એક શિક્ષક તરીકે યાદ કરશે તો ગમશે. એ જ રીતે નડિયાદમાં જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હતા ત્યારે બાળકો-કિશોરોએ એક કવ્વાલી રજૂ કરતાં પ્રશ્ન કર્યો હતો કે આ તારા પૂછે છે, નદીઓ પૂછે છે કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કોણ છે/ ત્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપ્યો હતો કે ‘હું સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સાધુ છું.’ જે રીતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સાધુ હોવાનું આત્મગૌરવ રાખ્યું હતું, એ જ રીતે તમે શિક્ષક હોવાનું આત્મગૌરવ રાખો.

– શિક્ષક તરીકે તમે જીવન બદલો છો, મન બદલો છો અને ભવિષ્ય બદલો છો ત્યારે માત્ર ચોક અને બ્લેકબોર્ડથી નહીં, તે મૂકીને પણ વિદ્યાર્થીઓને દૂધનો ગ્લાસ અપીને હાશ અને હૂંફ આપજો. તમે તમારા બાળકની અંદર ભગવાનને જોશો તો આપોઆપ તમારું વર્તન બદલાશે. શિક્ષકની, સમાજની, ટેકનોલોજી અને ટેકનિકની જવાબદારી નહીં, પણ મારી શું જવાબદારી છે/, એ શીખ લઇને જવાનું છે. શિક્ષકની જવાબદારી માત્ર ગ્રેસ, ગુણવત્તા વધારવાની નથી, તેની જવાબદારી વિદ્યાર્થીઓને પ્રેમથી સાચવવાની છે, એક સામાન્ય ક્રિયાથી પણ વિદ્યાર્થીનું જીવન બદલાઇ જતું હોય છે, એમ બી.એ.પી.એસ.ના સાધુ બ્રહ્મવિહારીદાસજીએ શનિવારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત ‘પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં શિક્ષકની જવાબદારી’ વિષય ઉપર આત્મચિંતનનાં સમાપન પ્રવચનમાં 5000 શિક્ષકોને સંબોધતાં જણાવ્યું હતું.

પૂ.બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે અહીં તો તમે આખો દિવસ બેસીને સાંભળ્યું છે, પણ સામાન્ય રીતે શિક્ષકો બોલવા ટેવાયેલા હોય છે, ક્લાસમાં બેસવા પણ ટેવાયેલા હોતાં નથી. આ ‘આત્મચિંતન’નો વિષય છે ત્યારે તમારા હૃહય ઉપર હાથ મૂકીને કહેજો કે તમે 30થી 40 મિનિટમાં તમે કેટલી વાર ક્લાસની બહાર જાવ છો/ કેટલીવાર મેસેજ કરો છો/ જો શિક્ષક હોવા છતાં આપણે શાંતિથી, એકચિત્તે બેસી શકતા નથી તો પછી એ તો બાળકો છે. તમે જેટલું ઊંડાણપૂર્વક બાળકોનું નિરીક્ષણ નથી કરતાં, એટલું નિરીક્ષણ એ તમારું કરતાં હોય છે.

તેમણે જણાવ્યું કે આજે અહીં ચાર બાબતો ઉપર ચર્ચા થઇ કે 

1. શિક્ષકની જવાબદારી કેટલી/ 

2. સમાજની જવાબદારી કેટલી/ 

3. ટેકનોલોજીની જવાબદારી કેટલી/ અને 

4. ટેકનિકની જવાબદારી કેટલી/, 

પણ તેમાં પાંચમું ઉમેરો કે મારી જવાબદારી કેટલી/ 

તમે ફરિયાદ કરો કે પાણી નથી, બે ખંડ ઓછાં છે. તો શું થઇ ગયું/ 

આપણી તો એવી સંસ્કૃતિ છે કે જ્યાં એક ઝાડ નીચે બેસીને પણ ઉપનિષદ્‌નું જ્ઞાન પ્રદાન થયું છે. જો યુદ્ધમેદાનની અંદર શ્રીકૃષ્ણ અર્જુનને ગીતા આપી શકતા હોય તો તમારે તો યુદ્ધ મેદાન નથી ને/ 

તમે સતત માગ્યા કરો કે આ જોઇએ છે/, 

પણ તેને કારણે તમે યોગ્ય શિક્ષણ ન આપી શકો એવું ન થવું જોઇએ. માટે જ ‘મારી જવાબદારી કેટલી/’ 

એ અંગે ચર્ચા થવી જોઇએ. તમારા વિદ્યાર્થીઓ, તમારો વર્ગખંડ અને તમારા વિદ્યાર્થીની જવાબદારી તમે લેશો તો તમે વિશ્વ બદલી શકશો. તેને માટે તમે જુદું વિચારો, થોડું જુદું વર્તન કરો, તમે થોડાં જુદાં બનો.

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ?
ખુબજ મજાની વાત છે! 
અને છતાંયે છે કંપાવી મૂકે તેવી!

એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે,

“ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે,
એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે,
અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે!

પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે!
કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી.

ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે!

ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?”

પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું,

“પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો.

શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમજ નિખાલસતા માટે પ્રખ્યાત હતા. તેમની જવાબ આપ્યો,

“તમારે જાણવું છે, હું શું બનાવું છું?
(એમણે એકાદ શ્વાસ લેવા પૂરતા અટકી ને વાત આગળ ચલાવી)

“બાળકોએ કલ્પના પણ કરી હોય તેના કરતાં વધુ મહેનત તેમની પાસે કરાવું છું

તેમને મળેલા C+ ગ્રેડ નું મહત્વ તેમણે પરમ વીર ચક્ર કરતાં પણ વધુ લાગે, એવો અનુભવ કરાવું છું

જે માં-બાપ તેમના પાંચ મિનિટ પણ શાંત બેસાડી શકતા નથી, તેમને પિસ્તાળીસ મિનિટના પિરિયડમાં સળંગ બેસારું છું અને તે પણ, આઈ-પોડ, ગેઇમ ક્યુબ, કે, ભાડે લાવેલી ફિલ્મની CD વગર!

તમારે જાણવું છે હું શું બનાવું છું?
(અહિંયા તેઓ ફરીવાર અટકયા અને ટેબલ પર બેઠેલા પ્રત્યેક વ્યક્તિ સામે નજર માંડી)

“હું તેમણે આશ્ચર્ય ચકિત બનાવું છું!

હું તેમને પ્રશ્નો પૂછતા કરી દઉં છું

હું તેમને ખરા દીલથી માફી માંગતા શીખવાડું છું

હું તેમને તેમની તમામ ક્રિયાઓ માટે આદર ધરાવતા અને જવાબદારી લેતા શીખવાડું છું

હું તેમને લખતા શીખવાડું છું અને તેમની પાસે લખાવું છું અને સમજણ પાડું છું, કે, માત્ર કી-બોર્ડ જ સર્વસ્વ નથી

હું તેમની પાસે વંચાવું છું અને વંચાવું છું અને વંચાવું છું

હું તેમની પાસે ગણિત ની બધીજ ગણતરીઓ કરાવું છું, અને એ બધાજ બાળકો ઈશ્વરે આપેલા મગજ નો ઉપયોગ કરીને કરે છે, માનવી એ બનાવેલા કેલ્ક્યુલેટર નો નહીં

બીજા દેશોમાંથી આવેલા સ્ટુડન્ટ્સ ને ઈંગ્લિશ વિષય બાબત માં જે પણ જાણવું જરૂરી હોય, તે સઘળું કેમ શીખી શકાય, તે શીખવાડું છું અને તે પણ પોતાની સંસ્કૃતિની મૌલિકતા જાળવી રાખીને

હું મારા વર્ગખંડને એવી જગ્યામાં રૂપાંતરીત કરું છું જ્યાં મારા બધા સ્ટુડન્ટ્સ ને સલામતીનો અનુભવ થાય!

અંતે હું તેમને સમજાવું છું, કે, જો તેઓ તેમને મળેલી તમામ સોગાતો નો ઉપયોગ કરે, સખત મહેનત કરે અને પોતાના હ્રદયના અવાજને અનુસરે, તો તેઓ પોતાની જિંદગીમાં અવશ્ય સફળ થઈ શકે! 
(શ્રીમતિ બોની અહીં છેલ્લી વખત અટકયા અને તેમને આગળ ચલાવ્યું)

અને પછી જ્યારે લોકો ‘હું શું બનાવું છું’ ની મદદથી મારું માપ કાઢવાનો પ્રયત્ન કરે, ત્યારે હું મારું મસ્તક ઊંચું રાખી શકું છું અને તેમના પર ધ્યાન આપતી નથી, કારણકે હું જાણું છું, કે, પૈસો એજ સર્વસ્વ નથી.

તમારે જાણવું છે હું શું બનાવું છું?
હું તમારા બધાની જિંદગીમાં એક ફર્ક પેદા કરું છું! તમારા બાળકોને શિક્ષણ આપી, તૈયાર કરી, તેમને સીઈઓ, ડોક્ટર્સ અને એંજીનીયર્સ બનાવું છું!

તમે શું બનાવો છો મી. સીઈઓ?”

સીઈઓનું જડબું ખુલ્લુંજ રહી ગયું અને તેઓ ચૂપ જ રહ્યા.

તમે જે કોઈને ઓળખતા હો, તેને આ આપવા જેવું છે, અને એમાં માતા, પિતા, ભાઈ, બહેન, પ્રશિક્ષક, આધ્યાત્મિક નેતા કે ગુરૂ નો પણ સમાવેશ કરી શકાય….

મારે ફરી એકવાર શાળાએ જવું છે..

​મારે ફરી એકવાર શાળાએ

જવું છે.

દોડતાં જઈને મારી રોજની

બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે

રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં

પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ

લખવું છે.

…મારે ફરી એકવાર શાળાએ

જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ 

ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી

પીવું છે.

જેમ તેમ લંચબોક્સ

પૂરું કરી…

મરચુ મીઠું ભભરાવેલ,

આમલી-બોર-જમરુખ-

કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ

બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે

રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે

સુઈ જવું છે,

અનપેક્ષીત રજાના આનંદ

માટે…

મારે ફરી એકવાર શાળાએ

જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ

જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં

વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ

કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર

જવું છે.

રમત-ગમતના પીરીયડમાં…

તારની વાડમાંના બે તાર

વચ્ચેથી સરકી બહાર ભાગી

જવું છે.

તો ભાગી જવાની મોજ

અનુભવવા…

મારે ફરી એકવાર શાળાએ

જવું છે.

દીવાળીના વેકેશનની રાહ

જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ

કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને

પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની

થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા

પછી,

તેમાંથી ન ફૂટેલા ફટાકડા

શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી

ગમ્મતો દોસ્તોને કહેવા…

મારે ફરી એકવાર શાળાએ

જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના

બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ

વળગાડવો છે….

ગમે તેવી ગરમી મા

એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી

ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે

ઓફીસની આરામદાયક ખુરશી

કરતાં,

બે ની બાંકડી પર ત્રણ

દોસ્તોએ બેસવું છે…

“બચપણ પ્રભુની દેણ છે”-

તુકારામના એ અભંગનો

અર્થ હવે થોડો સમજમાં

આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે

સાહેબને પુછવા માટે…

મારે ફરી એકવાર શાળાએ

જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા

થવું હતું…

આજે જયારે મોટો થયો ત્યારે

ખ્યાલ આવે છે કે,

“તૂટેલા સ્વપ્નો” અને

“અધુરી લાગણીઓ” કરતા-

“તૂટેલા રમકડા” અને

“અધૂરા હોમવર્ક” સારા હતા..

આજે સમજાય છે કે જયારે ધંધામાં

“પપ્પા” ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક “અંગુઠા”

પકડાવતા હતા એ સારું હતું…

આજે ખબર પડી કે ૧૦-૧૦

રૂપિયા ભેગા કરી ને જે

નાસ્તા નો જે આનંદ આવતો

હતો એ આજે “પીઝા” મા

નથી આવતો…

ફક્ત મારેજ નહી,

-કદાચ આપણે બધાને ફરી સ્કુલે

જવું છે… 

સુવિચાર

​✒ મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી. 

✒ મારુ જીવન એજ મારો સંદેશ છે. 

✒ બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ. 

✒ શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે. 

✒વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય. 

✒ કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.

✒નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે. 

✒ શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું. 

✒ શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે. 

✒શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે. 

✒કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે. 

✒શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે. 

✒ બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે. 

✒ સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે. 

✒હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે. 

✒શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું. 

✒તમે ન બોલો તમારા કામને બોલવા દો. 

✒જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે. 

✒ ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે. 

✒પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે. 

✒ બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.

✒ બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે. 

✒ દરેક બાળક એક કલાકાર છે.

 ✒વિચાર કરતાં જ્ઞાન સારુ. 

✒બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી, 

✒ વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે. 

✒ તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે. 

✒તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે. 

✒જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે. 

✒મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ છે.

✒જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી. 

✒ ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે. 

✒વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે. 

✒ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે. 

✒સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે. 

✒ બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે. 

✒ આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે. 

✒એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના. 

✒આજની મહેનત આવતી કાલનું પરિણામ. 

✒દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે. 

✒ સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે. 

✒ નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે. 

✒ સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી. 

✒સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો. 

✒ આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે. 

✒વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.

 ✒ દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે. 

✒ નસીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે. 

✒ સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે. 

✒ એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે. 

✒ કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી. 

✒ અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે. 

✒પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી. 

✒ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે. 

✒ જીવન સંઘર્ષનું બીજું નામ છે.

 ✒જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ. 

✒ જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે. 

✒જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.

✒ વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી. 

✒ જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. 

✒ પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે. 

✒ માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે. 

✒ જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ. 

✒ એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી. 

✒ સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે. 

✒ બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે. 

✒ ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.

✒ સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે. 

✒ વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

✒જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે. 

✒ સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે. 

✒ ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે. 

✒ નિરાશ થવું એટલે નાસ્તિક થવું. 

✒ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. 

✒સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. 

✒ બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ. 

✒ કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. 

✒ જેને હારવાનો ડર છે તેની હાર નક્કી જ હોય છે.

‘માનવસંબંધોની ભાત’….ગુણવંત શાહ

​”માનવસંબંધોની ભાત નીરખવા અને પરખવા જેવી હોય છે!

કેટલાક સંબંધો

ગુલમહોરિયા કે પછી ગરમાળિયા હોય છે;

ભરઉનાળે આંખોને ટાઢક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.

કેટલાક સંબંધો

બોગનવેલિયા હોય છે;

સુગંધ નહિ, ફક્ત શોભા વધારનારા. 

કેટલાક સંબંધો

બાવળિયા હોય છે;

ઉપયોગી, તો ય કાંટાળા.

કેટલાક સંબંધો

વડલાની શીળી છાયા જેવા ઉપકારક,

તો કેટલાક લીમડા જેવા ગુણકારી.

કેટલાક સંબંધો

વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા,

તો કેટલાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે.

કેટલાક સંબંધો

ગુલાબી, તો કેટલાક મોગરાની મહેક જેવા હોય છે.

અને કેટલાક સંબંધો

‘ઓફિસ ફૂલાવર્સ’ જેવા હોય છે,

સવારે ખીલે અને સાંજે બિડાઇ જાય!”

– ગુણવંત શાહ